સોમવાર, 20 માર્ચ, 2023

ghanshayam charitr swaminarayan bhagavan jivan charitra

૦૧. પ્રાગટ્યનું નિમિત્ત
ભગવાન ના પ્રાગટ્ય નું નિમિત્ત -ઉનાળાનું સુંદર સવાર છે. બરફથી ઢંકાએલાં હિમાલયનાં ઊંચાં શિખરો સૂર્યપ્રકાશમાં ચાંદીની જેમ ચમકી રહ્યાં છે. પહાડો પરથી મધુર નિનાદ સાથે ઝરણાંઓ વહી રહ્યાં છે. મંદ અને શીતળ પવન વાઈ રહ્યો છે. આવા આનંદ ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે હિમાલયના નર અને નારાયણ પહાડ મધ્યે આવેલા બદરિકાશ્રમમાં તપોનિધિ ભગવાન શ્રીનરનારાયણ સમક્ષ મરિચ્યાદિક મહર્ષિઓની સભા ભરાઈને બેઠી છે.

આ ઋષિમુનિઓ ભારત ભૂમિની યાત્રા કરીને અહીં પ્રભુના દર્શને આવ્યા છે. પ્રભુએ એમને હેતથી આવકાર આપી યોગ્ય સ્થાને આસન આપી. પોતાની ભારતીય પ્રજાની કુશળતા, સુખાકારી અને ધર્મમર્યાદા પાલનના સમાચાર પૂછ્યા ત્યારે આ મુનિઓએ નિરાશાના સૂર સાથે દુઃખદ સમાચાર આપતાં કહ્યું, ‘પ્રભુ, ભારતની આર્ય પ્રજામાં ચારેય વર્ણ ને ચારેય આશ્રમોએ પોતાની ધર્મમર્યાદા મૂકી દીધી છે. વહેમ અને અધર્મમાં પ્રજા અટવાઈ ગઈ છે. અનીતિ, અનાચાર, અત્યાચાર, હિંસા, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, મદ્ય-માંસ ભક્ષણ વગેરે અનેક દૂષણો પ્રજામાં પેસી ગયાં છે.પ્રભુ અનેક રક્ષક રાજાને ઉપદેશક ધર્મગુરુઓ ભક્ષક બન્યા છે. સદાચાર ધર્મની દુદર્શા જોઈને અમારાં અંતરમાં એનો તાપસંતાપ વ્યાપી ગયેલ છે. પ્રભુ, ધર્મના ઓથે અધર્મ ફાલી ફૂલી રહ્યો છે.’ ધર્મગ્લાનિનીઆ વાત કરતા કરતા ઋષિમુનિઓની આંખમાં આંસુઓ ઊભરાયાં.

શ્રીનારાયણ ભગવાને સાંત્વના આપતાં કહ્યું, ‘હે ધર્મવાહક સંતો, તમે ધર્મહાનિથી દુઃખ પામો છો ને તમને જે અફસોસ થાય છે એનો ઉપાય હું વિચારું છું. પ્રજામાં વ્યાપેલ અધર્મનાં મૂળ ઉખેડીને સદ્ધર્મનું પુનઃ સ્થાપન કરવા અવનિ પર મારું અવતરણ થશે.’

શ્રીનરનારાયણ પ્રભુના દર્શને ઋષિમુનિઓ આવ્યાની જાણ થતાં પ્રભુના માતા મૂર્તિદેવી ને પિતા ધર્મદેવ પણ પોતાના સ્થાનેથી આ સભામાં આવ્યાં. ત્યારે પ્રભુ સહિત સહુએ ઊભા થઈ એમનો ઉષ્માભર્યો સત્કાર કરી આગળ બેસાડ્યા અને પ્રભુએ પ્રજામાં વ્યાપેલ અધર્મ ને અનાચાર અંગેની વાત આગળ કહેવા માંડી. સહુ એકચિત્તે આ દુઃખદ વાત સાંભળી રહ્યા છે.

એ જ વખતે પ્રભુની ઇચ્છાથી ભાગવાની મરજી થી દુર્વાસા મુનિ કૈલાસથી અહીં આવી પહોંચ્યા. થોડીવાર આવકારની આશાએ પાછળ ઊભા રહ્યા પણ કોઈએ એમને જોયા નહિ.એટલે તેમને થોડોક વધારે સમય રાહ જોઈ. એટલે આવો અહીં બેસો એમ કહ્યું નહિ. આથી દુર્વાસાને આમાં પોતાનું હળાહળ અપમાન થતું જણાયું અને  અંતરમાં ક્રોધ ભભૂકી ઊઠયો. ચીડ સાથે એ કહેવા લાગ્યા, ‘હું દુર્વાસા ઠેઠ કૈલાસથી અહીં આવીને ક્યારનોય ઊભોછું છતાં તમે કોઈ મને આવકાર આપવાનો વિવેક દાખવતા નથી. આમાં તો તમે ઈરાદાપૂર્વક મારું અપમાન જ કર્યું છે. આથી હું તમને શાપ આપું છું કે તમે સર્વે આ ભરતખંડમાં મનુષ્ય જન્મ પામીને અનાડી અસુરો થકી અપમાન અને કષ્ટને પામતા રહો.’

દુર્વાસાનો આ કઠોર શાપ સાંભળીને ઋષિઓ ડઘાઈ ગયા. સહુ પ્રાર્થના કરવા લાગ્યા છતાંય દુર્વાસાનો રોષ ઊતર્યો નહિ. પછી શાંત મૂર્તિ ધર્મદેવે વિનયભર્યાં વચનો કહી દુર્વાસાને શાંતિ પમાડી અને કહ્યું, ‘અજાણતાં અમારાથી આપનો અપરાધ થઈ ગયો છે એ બદલ અમો આપની ક્ષમા માગીએ છીએ. આપ ઉદાર દિલે અમોને ક્ષમા આપો એવી અમારી તમને નમ્રતા ભરી પ્રાર્થના છે.’

શાંત થયેલા દુર્વાસાએ કહ્યું, ‘તમે સહુ શ્રીનારાયણ ઋષિની વાત સાંભળવામાં એકાગ્ર હતા એથી તમે કોઈએ મને ન દેખ્યો અને આવકાર ન આપ્યો એની મને એ વખતે ખબર નહોતી પણ આપના કહેવાથી એનો મને હવે ખ્યાલ આવ્યો. મારાથી શાપ તો અપાયો છે. હું મારા શાપનું કદી નિવારણ કરતો નથી, એ તમે સહુ જાણો છો. હા, આમાં કાંઈક ગેરસમજ થઈ હોવાથી હું હવે આ શાપમાં અનુગ્રહ કરું છું, ‘આ શ્રીનારાયણ ઋષિ ધર્મભક્તિના પુત્રરૂપે પ્રગટ થશે અને અસુરના ત્રાસ થકી તમારી સહુની રક્ષા કરશે અને તમને સહુને મારા શાપથી મુક્ત કરશે.’ આમ કહી દુર્વાસા મુનિ આવ્યા હતા એવાજ કૈલાસ પર્વત તરફ પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા.

દુર્વાસાના ગયા પછી શ્રીનારાયણભગવાને સહુને સાંત્વના આપતા કહ્યું, ‘મારી ઇચ્છાથી જ આ શાપ થયો છે એમ જાણો. દુર્વાસાતો આમાં નિમિત્ત માત્ર છે. તમોએ મને ભારતમાં અધર્મ પ્રસર્યાની વાત કરી તેના નિવારણા માટે મેં અવતાર ધારણ કરવાની ઇચ્છા કરી અને એ માટે આ શાપને નિમિત્ત બનાવ્યો છે.’
યોગ્ય સમયે અમે ભારત ખંડ માં અમે અવતાર ધારણ કરી ને તમને આ શાપ માંથી મુકત કરશું.

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...