અયોધ્યા પાસે છપૈયા ગામમાં પ્રભુ પ્રગટ થયા એથી ગામનાં નરનારીઓ હર્ષઘેલાં બની ગયાં. દેવતાઓ દર્શને આવવા લાગ્યા દેવતા ફૂલો થી ભગવાન ને વધવા લાગીયા પણ દાનવોને મનમાં ભારે ત્રાસ થવા લાગ્યો. એમનો અધિપતિ કાળિદત્ત અકળાયો. એણે દાનવોને ભેળા કર્યા.ભગવાન ના જન્મ થી માથે આવેલ આપત્તિની જાણ કરી. એના ઉપાય માટે પ્રગટ થયેલ બાળ પ્રભુની હત્યા કરવાની યોજના રજૂ કરી અને ઉમેર્યું હમણાં હરિ નાનો બાળ હશે એટલે એને સહેલાઈથી મારી શકાશે. આ પ્રસ્તાવ સાંભળી અસુરોએ એને ટેકો આપતાં કહ્યું રોગ અને શત્રુને ઊગતાં જ ડાંભી દેવા જોઈએ અને આ કામ તો આપણી મહિલા સેના કરી દેશે. અસુર પત્નીઓને આ બાબતની જાણ થતાં બાળહત્યાનું કાર્ય તુરત માથે ઉપાડી લીધું.અને અનેક કુર્ત્યા ઉપડી છપાયા ગામ તરફ.
બિહામણો વેશ ધારણ કરીને એ કૃત્યાઓ ધર્મના ભુવને આવી પહોંચી. એકાદશીનો શુભ દિન હતો. ભજનસ્મરણ ચાલુ હતું. એમાં ભંગ પાડી આ કૃત્યાઓ ‘મારો મારો અને ખાઓ ખાઓ’ એમ ચિચિયારીઓ કરતી ભક્તિમાતા તરફ ધસી આવી અને ભક્તિ માતા ના પડખામાં સૂતેલા ત્રણ દિવસના બાળપ્રભુને ઉપાડી ને તુરત ઉગમણી દિશા તરફ ભાગી. આ જોઈને માતાના તો જાણે હોશકોશ ઊડી ગયા. એમણે રુદન સાથે ‘દોડો દોડો મારા લાલને કોઈ લઈને ભાગી જાય છે.’ એમ બૂમો પાડવા માંડી. આ સાંભળી વશરામભાઈ અને સુંદરીભાભી દોડી આવ્યાં. દૂર ઓટે બેસી એકાદશીનું જાગરણ કરી રહેલા ધર્મદેવ પણ ઊંચક મને અને ઉપડતે પગલે ઝટ ઘેર આવી પહોંચ્યા. શું થયું હેં ?’ એમ સહુ એકબીજાને પૂછવા લાગ્યા. તપાસ માટે તત્પર થયા પણ રાતે જાવું કેમનું એ બબાત સહુને મૂંઝવતી હતી. આ કુત્ય કોનું હસે ને કયા બાલ પ્રભુ ને ગોતવા.
પોતાને ઊંચકીને ભાગી જતી કૃત્યાઓ સામે બાલપ્રભુએ જરા કરડી દૃષ્ટિ કરી એટલે એ સહુને અંગમાં કાળી બળતરા ઊપડી આવી. એથી પ્રભુને નીચે મૂકી દઈને ‘મારો મારો ખાઓ ખાઓ’ એમ ભયંકર બૂમો પાડતી બાલપ્રભુ ઉપર સમડીની પેઠે ઘુમરાવા લાગી.
ભક્તિ માતા એ પોતાના કુળ દેવતા ને પ્રથાના કરી.ધર્મદેવ અને ભક્તિદેવીનો આર્તનાદ સાંભળીને ત્યાં દોડી આવેલા હનુમાનજીએ વિગત જાણી તુરત કૃત્યા પાછળ દોટ દીધી ને ભયંકર હાકોટો મારી પ્રભુ ઉપર ઘુમરાતી કૃત્યાઓને ઝડપી લીધી ને ખીજના ભર્યા મંડ્યા ગદાથી ઠમઠોરવા. પછી તો ભાઈ, એ બધીના ચોટલા હાથમાં પકડીને ઉપરથી નીચે પછાડવા માંડ્યા. ત્યાં તો એમના મોંમાંથી કાળી ચીસો નીકળી ગઈ ને કરગરવા માંડી, ‘હે અંજનિસુત, આજ અમને જીવતી જવા દ્યો હવે પછી છપૈયામાં પગ મૂકવાનું કદી નામ નહિ લઈએ.’ અમે આ ભૂલ બદલ માફી માગીએ છીએ.’
હનુમાનજીને દયા આવી બધીને છોડીને કહ્યું, ‘જો હવે પછી આ બાજુ આવ્યું છો તો માર્યા વિના નહિ મૂકું, ભાગો ઝટ.’ એમ ડારો દીધો જેથી કૃત્યાઓ પડતી આખડતી મૂઠીઓ વાળીને ત્યાંથી એવી ભાગી કે પાછું વળીને જોવા પણ ન ઊભી રહી. એ પછી હનુમાનજીએ બાળપ્રભુ પાસે આવી વંદન કર્યું ને હળવેકથી એમને હાથથી ઊંચકી લઈ માતા પાસે આવવા રવાના થયા.
ઊંચક જીવે હનુમાનજીના આગમનની રાહ જોતાં માતાએ એમને આવતાં જોયા કે તુરત જ એમના મોં પર આનંદ છવાઈ ગયો અને સહર્ષ પોતાના હાથ લંબાવી લાલને હનુમાનજી પાસેથી તેડી લીધા. પુત્રને હેમખેમ પાછા આવેલા જોઈ માતા આનંદવિભોર બની ગયાં અને થરથર કંપતી છાતીએ ચાંપીને લાલને વહાલ વરસાવવા માડ્યાં. ધર્મદેવ પણ રક્ષામંત્રનો જાપ કરતા ત્યાં આવી લાલને મસ્તકે હાથ ફેરવવા લાગ્યા. ‘જરૂર પડ્યે મને સંભારજો. હું તુરત આવી જઈશ.’ એમ કહી હનુમાનજી અદૃશ્ય થઈ ગયા.