બુધવાર, 22 માર્ચ, 2023

કોટરા ને કઠોર શિક્ષા

કોટરાને કઠોર શિક્ષા
હનુમાનજીના હાથનો મેથીપાક અને પૂંછડાનો પ્રહાર ખાઈને ભૂંડાઈની ભાગેલી કૃત્યાઓ સીધી કાળિદત્ત પાસે ગઈ. પોતાને માથે વીતેલી વાત કહી સંભળાવી ને ક્રોધથી ત્યાં એ ધૂંઆપૂંઆ થઈ ગઈ.

કૃત્યાઓની થયેલી ભૂંડી હાલત જાણીને કાળિદત્ત ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. હોઠ કરડતાં એણે કોટરા નામની આગેવાન રાક્ષસીને બોલાવીને કહ્યું; ‘તું ભેળી ગઈ હોત તો કામ તુરત પતાવીને આવત. તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું.’

આ સાંભળીને કોટલા ફુલાણી. ‘હવે જોઈ લ્યો આ બંદીનો ઝપાટો. સપાટામાં કામ આટોપીને આવું છું કે નહિ ?’જતા જતા પેલી કૃત્યા સામે જોતી જોતી કહે .જો આમ ગઈ અને આમ પાસી આવી.પેલી કૃત્ય કહે જા ત્યાં પેલા હનુમાન તારા હા ખોખરા કરી નાખશે. હું ઘનશ્યામ ને મારીને જ આવીશ.આમ બકતી એ તો ઉપડી છપૈયા તરફ. લાંબા લાંબા વાળ છે. માથે બે શિંગડાં છે. ડોકમાં મૂંડની માળા છે ને હાથમાં ત્રિશૂલ લીધું છે. લપાતી ને છુપાતી આવી ધર્મદેવની શેરીમાં ને અંધારામાં એક બાજુ ઊભી રહીને મંડી લાગ જોવા.

આજે ઘનશ્યામજીની છઠ્ઠીનો શુભ દિવસ હતો. સુંદરી મામી ને વસંતા માસી એની તૈયારીમાં હતાં. ઘનશ્યામ બહાર પોઢયા હતા એટલે હફ દઈને રાંડ આવી પ્રભુ પાસે ને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીના કરંટ જેવો આંચકો લાગ્યો ને ડફ દઈને બે ડગલાં પાછી હટી ગઈ. જીભડો બહાર નીકળી ગયો, ત્રિશુલ પડી ગયું હેઠું અને ‘બળું છું બળું છું’ એવી કાળી ચીસો નાખીને મંડી પગ પછાડવા ને હાથ ઉછાળવા. પછી ભફ દઈને પડી હેઠી. બેઠા થવાયું નહિ એટલે પગ પછાડીને આમ તેમ આળોટવા લાગી. સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ. ઘડીક થયું ત્યાંતો ત્યાંને ત્યાં રામ રમી ગયા.

આવો ભારે દેકારો થવાથી આડોશ પાડોશમાંથી ઘણાં લોકો ત્યાં દોડી આવ્યા. ભકિત માતાએ એકદમ ઘનશ્યામને પારણામાંથી લઈને ઘરમાં પોઢાડી દીધા. સુંદરી મામીને વસંતામાસી તો રાક્ષસીનો બિહામણો દેખાવ જોઇને કંપી ઊઠયાં. ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા. પછી બધાં મળીને કોટરાને ઊપાડી રાતોરાત અને એને જંગલમાં નાખી આવ્યા. કોઈને સમજાયું નહિ કે આ રાક્ષસી કોણ હતી અને કયાંથી અહિં આવી ચડી ! એટલું તો જરૂર સૌને લાગ્યું કે ઘનશ્યામને તે મારવા આવેલી પણ પોતે મરણ પામી.

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...