સોમવાર, 27 માર્ચ, 2023

કાન વીંધાવ્યા

કાન વીંધાવ્યા
ઘનશ્યામ મહારાજ જેમ જેમ મોટા થતાં જાય તેમતેમ
ભક્તિમાતાના હૈયામાં હરખ સમાતો નહોતો. મનમાં થતું હતું કે ‘મારો લાલો હવે સાત માસનો થયો છે. કાન વીંધનારો આવે એટલે એના કાન વીંધાવીને પછી મારા બાલુડાને મજાનાં સોનાનાં બુટિયાં કાનમાં પહેરાવીશ.’

શરદ પૂર્ણિમાનું પુનિત પર્વ ને ગુરુવારનો શુભ દિન ને બરોબર તે જ દિવસે છપૈયામાં કાન વીંધનારો આવ્યો એટલે માતાએ એને ઘેર બોલાવ્યો. પોતે ઘનશ્યામને ખોળામાં લઈને એની સામે બેઠાં. કાન વીંધનારે ઘનશ્યામનો જમણો કાન પકડીને જ્યાં હળવેક દઈને સોય અડાડી ત્યાં તો કાનમાંથી શીતળ શાંત તેજનો પ્રવાહ છૂટયો એના હાથમાંથી સોયદોરો નીચે પડી ગયાં અને એ તો આભો બનીને બાળ ઘનશ્યામજી સામે તાકતો જ રહ્યો! સહુની આંખ્યો અંજાઈ ગઈ. જોતજોતામાં બધું તેજ લીન થયું પણ માતાના ખોળામાંથી ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા ! બધા આમ તેમ જોવા લાગ્યા. તેવામાં માતાએ આંબલીની ડાળ ઉપર બેઠેલા ઘનશ્યામને જોયા એટલે રામપ્રતાપને કહ્યું ઘનશ્યામને આંબલી ઉપરથી નીચે લઈ આવો.

રામપ્રતાપજીએ આંબલી ઉપર ચઢીને જોયું તો ઘનશ્યામ ત્યાંથી ગાયબ અને માતાની ગોદમાં બેઠેલા દેખાયા! એ નીચે ઉતર્યા એટલે ડાળ ઉપર તેમજ માતાના ખોળામાં બંને ઠેકાણે ઘનશ્યામને બેઠેલા ભાળ્યા રામપ્રતાપજી તો અચંબો પામીને ઊભા જ રહી ગયા.

ખોળામાં બેઠેલા ઘનશ્યામ વ્હાલથી કહેવા લાગ્યા. ‘દીદી મને ગોળ આપો તો કાન વીંધવા દઉં.’ આથી માતાએ ઘરમાંથી ગોળ મંગાવી એના હાથમાં આપ્યો પછી પ્રભુએ પ્રેમથી કાન વીંધાવા દીધા.
આવા બાલ ચરિત્ર થી મહારાજ ભકતી માતા અને અનેક ભક્તો ને ભગવાન પણાં નો નિશય કરાવતા

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...