મંગળવાર, 28 માર્ચ, 2023

બાલ પ્રભુ ની પરીક્ષા અને પસંદગી

પરીક્ષા અને પસંદગી

સાત માસના બાળ ઘનશ્યામ ભાંખોડિયાભેર દડદડ ચાલીને ઘરમાં બધે ફર્યા કરે છે. નાના બાળક ની જેમ પાણી ઢોળીને છબછબિયાં કરે છે. ઘરમાંથી ઓસરીમાં આવતાં આડો ઉંબરો આવે, દાખાડો કરીને એને ઓળંગવા જતાં ક્યારેક ગડથોલું ખાઈને પડી પણ જાય. પાછાં બેઠા થઈને ચાલવા માંડે. રડવાનું તો નામ નહિ. કાલી ખેલી વાતો કરી કિલકિલાટ કરીને હાસ્યથી ઘરને ભરી દે. શ્યામસુંદરનું હસતું મનોહર મુખડું નિહાળી માતાપિતાને અંતરમાં ખૂબ આનંદ થાય.
પુત્ર ના લક્ષણ પારણાં માંથી એવી કહેવત છે તેથી બાળક પરીક્ષા લેવાતી 
આસો વદ તૃતીયાનો દિવસ હતો. ધર્મદેવને મનમાં થયું કે રામપ્રતાપની પરીક્ષા કરી ત્યારે એણે તો આયુધ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી; પરંતુ ઘનશ્યામની રુચિ શેના પર હશે ? લાવને હું એની પરીક્ષા તો કરી જોઉં.

એમણે તુર્તજ ઘરમાંથી બાજોઠ મંગાવ્યો. ઉપર વસ્ત્ર પાથર્યું. તેની ઉપર તલવાર, શ્રીમદ્‌ભગવદ્‌ગીતાજીનું પુસ્તક અને સોનામહોર મૂક્યાં. ભક્તિદેવી બાળ ઘનશ્યામને તેડી લાવ્યાં અને બાજોઠ સામે થોડે દૂર બેસાર્યા. મોકળાશ મળતાં ઘનશ્યામ તો ભાગ્યા બાજોઠ તરફ. માતાપિતા તો જોઈ જ રહ્યાં. બાજોઠ પાસે આવી ઘનશ્યામે કિલકિલાટ સાથે ગીતાજીના પુસ્તકને પોતાના કોમળ કર વડે પકડયું. આ જોઈ ધર્મદેવના હૈયામાં હર્ષ ઊભરાયો. મનમાં થયું ‘મારો ઘનશ્યામ ભણીગણીને મોટો વિદ્વાન થશે અને એ જરૂર મારો વારસો સંભાળશે, એમ આ આગમના એંધાણ કરી આપે છે.’ ભક્તિમાતાએ બાલ ઘનશ્યામને વહાલથી તેડીને છાતી સરસા ચાંપી દીધા .માતા અને પિતા ખૂબજ રાજી થયા . આમ બાલ પ્રભુ ના અનેક ચરિત્ર થી ભક્તો અને માત પિતા ને લાડ લડાવતા.

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...