ગુરુવાર, 30 માર્ચ, 2023

આઠ સિદ્ધિઓ આવી થાળ લાવી

સિદ્ધિઓ આવી થાળ લાવી

એક દિવસ બપોર સમય થયો અને સુંદરી મામીને રસોઈ કરવામાં થોડી વાર લાગી ભક્તિમાતા સવારે કાંઈ જમ્યા નહોતાં એથી એમને ભારે કકડીને ભૂખ લાગેલી ને જમવાની રાહ જોઈને બેઠાં હતાં. ઘનશ્યામે માતાની આ પીડા જાણી એટલે પોતે તુર્તત જ અષ્ટ સિદ્ધિઓને ભોજનના થાળ લાવવા આદેશ આપ્યો. પળવારમાં ગરમા ગરમ તૈયાર ભોજનના થાળ સાથે આકાશ માર્ગેથી ઉતરીને સિદ્ધિયું સેવામાં હાજર થઈ.

એમનાં રૂપ જુઓ તો તેજ તેજના અંબાર ! ભાતભાતના સુંદર મઝાનાં વસ્ત્રો પહેર્યાં છે ! હાથમાં ભોજનના સુવર્ણથાળ શોભી રહ્યા છે ! આટલી બધી અજાણી બાઈઓને પોતાને ત્યાં અચાનક આવેલી જોઈને માતા તો આશ્ચર્ય પામી ગયાં. શું બોલવું એ કાંઈ સૂઝયું નહિ એટલે એક સિદ્ધિએ આગળ આવીને વિનંતી કરીને કહ્યું, ‘માતાજી અમે આઠેય સિદ્ધિઓ થાળ લઈને આપને જમાડવા આવેલ છીએ માટે આપને જે રુચે એ આમાંથી જમો.’

આ સાંભળી માતા તો મૂંઝવણમાં મુકાઈ ગયાં. ‘આવું અજાણી બાઇઓએ આણેલું ભોજન આપણાથી કેમ જમાય ?’ ઘનશ્યામ માની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ‘દીદી, સિદ્ધિઓએ લાવેલું ભોજન જમાય.’ આમ કહી ભાતભાતનાં ભોજન ને સાત ભાતનાં શાકમાંથી પોતે થોડુંક થોડુંક જમ્યા પછી માતા પણ ભાવથી જમ્યાં.

સુંદરીમામી ઉતાવળે થાળ બનાવી  પીરસેલ થાળ લઈને ત્યાં આવ્યાં.ત્યાતો જાત જાતના પકવાન આ બધું જોઈને એના પગ તો બારણમાં જ થંભી ગયા.

આથી ઘનશ્યામ બોલ્યા, ‘મામી, આ સિદ્ધિઓ થાળ લાવી છે અમે પ્રસાદ લીધો આપ થોડો પ્રસાદ લ્યો.’ મામીએ થોડો પ્રસાદ લીધો ત્યારબાદ પ્રભુને વંદન કરી સહુ સિદ્ધિઓ ચાલી ગઈ.

મંગળવાર, 28 માર્ચ, 2023

બાલ પ્રભુ ની પરીક્ષા અને પસંદગી

પરીક્ષા અને પસંદગી

સાત માસના બાળ ઘનશ્યામ ભાંખોડિયાભેર દડદડ ચાલીને ઘરમાં બધે ફર્યા કરે છે. નાના બાળક ની જેમ પાણી ઢોળીને છબછબિયાં કરે છે. ઘરમાંથી ઓસરીમાં આવતાં આડો ઉંબરો આવે, દાખાડો કરીને એને ઓળંગવા જતાં ક્યારેક ગડથોલું ખાઈને પડી પણ જાય. પાછાં બેઠા થઈને ચાલવા માંડે. રડવાનું તો નામ નહિ. કાલી ખેલી વાતો કરી કિલકિલાટ કરીને હાસ્યથી ઘરને ભરી દે. શ્યામસુંદરનું હસતું મનોહર મુખડું નિહાળી માતાપિતાને અંતરમાં ખૂબ આનંદ થાય.
પુત્ર ના લક્ષણ પારણાં માંથી એવી કહેવત છે તેથી બાળક પરીક્ષા લેવાતી 
આસો વદ તૃતીયાનો દિવસ હતો. ધર્મદેવને મનમાં થયું કે રામપ્રતાપની પરીક્ષા કરી ત્યારે એણે તો આયુધ ઉપર પોતાની પસંદગી ઉતારી હતી; પરંતુ ઘનશ્યામની રુચિ શેના પર હશે ? લાવને હું એની પરીક્ષા તો કરી જોઉં.

એમણે તુર્તજ ઘરમાંથી બાજોઠ મંગાવ્યો. ઉપર વસ્ત્ર પાથર્યું. તેની ઉપર તલવાર, શ્રીમદ્‌ભગવદ્‌ગીતાજીનું પુસ્તક અને સોનામહોર મૂક્યાં. ભક્તિદેવી બાળ ઘનશ્યામને તેડી લાવ્યાં અને બાજોઠ સામે થોડે દૂર બેસાર્યા. મોકળાશ મળતાં ઘનશ્યામ તો ભાગ્યા બાજોઠ તરફ. માતાપિતા તો જોઈ જ રહ્યાં. બાજોઠ પાસે આવી ઘનશ્યામે કિલકિલાટ સાથે ગીતાજીના પુસ્તકને પોતાના કોમળ કર વડે પકડયું. આ જોઈ ધર્મદેવના હૈયામાં હર્ષ ઊભરાયો. મનમાં થયું ‘મારો ઘનશ્યામ ભણીગણીને મોટો વિદ્વાન થશે અને એ જરૂર મારો વારસો સંભાળશે, એમ આ આગમના એંધાણ કરી આપે છે.’ ભક્તિમાતાએ બાલ ઘનશ્યામને વહાલથી તેડીને છાતી સરસા ચાંપી દીધા .માતા અને પિતા ખૂબજ રાજી થયા . આમ બાલ પ્રભુ ના અનેક ચરિત્ર થી ભક્તો અને માત પિતા ને લાડ લડાવતા.

સોમવાર, 27 માર્ચ, 2023

કાન વીંધાવ્યા

કાન વીંધાવ્યા
ઘનશ્યામ મહારાજ જેમ જેમ મોટા થતાં જાય તેમતેમ
ભક્તિમાતાના હૈયામાં હરખ સમાતો નહોતો. મનમાં થતું હતું કે ‘મારો લાલો હવે સાત માસનો થયો છે. કાન વીંધનારો આવે એટલે એના કાન વીંધાવીને પછી મારા બાલુડાને મજાનાં સોનાનાં બુટિયાં કાનમાં પહેરાવીશ.’

શરદ પૂર્ણિમાનું પુનિત પર્વ ને ગુરુવારનો શુભ દિન ને બરોબર તે જ દિવસે છપૈયામાં કાન વીંધનારો આવ્યો એટલે માતાએ એને ઘેર બોલાવ્યો. પોતે ઘનશ્યામને ખોળામાં લઈને એની સામે બેઠાં. કાન વીંધનારે ઘનશ્યામનો જમણો કાન પકડીને જ્યાં હળવેક દઈને સોય અડાડી ત્યાં તો કાનમાંથી શીતળ શાંત તેજનો પ્રવાહ છૂટયો એના હાથમાંથી સોયદોરો નીચે પડી ગયાં અને એ તો આભો બનીને બાળ ઘનશ્યામજી સામે તાકતો જ રહ્યો! સહુની આંખ્યો અંજાઈ ગઈ. જોતજોતામાં બધું તેજ લીન થયું પણ માતાના ખોળામાંથી ઘનશ્યામ અદૃશ્ય થઈ ગયા ! બધા આમ તેમ જોવા લાગ્યા. તેવામાં માતાએ આંબલીની ડાળ ઉપર બેઠેલા ઘનશ્યામને જોયા એટલે રામપ્રતાપને કહ્યું ઘનશ્યામને આંબલી ઉપરથી નીચે લઈ આવો.

રામપ્રતાપજીએ આંબલી ઉપર ચઢીને જોયું તો ઘનશ્યામ ત્યાંથી ગાયબ અને માતાની ગોદમાં બેઠેલા દેખાયા! એ નીચે ઉતર્યા એટલે ડાળ ઉપર તેમજ માતાના ખોળામાં બંને ઠેકાણે ઘનશ્યામને બેઠેલા ભાળ્યા રામપ્રતાપજી તો અચંબો પામીને ઊભા જ રહી ગયા.

ખોળામાં બેઠેલા ઘનશ્યામ વ્હાલથી કહેવા લાગ્યા. ‘દીદી મને ગોળ આપો તો કાન વીંધવા દઉં.’ આથી માતાએ ઘરમાંથી ગોળ મંગાવી એના હાથમાં આપ્યો પછી પ્રભુએ પ્રેમથી કાન વીંધાવા દીધા.
આવા બાલ ચરિત્ર થી મહારાજ ભકતી માતા અને અનેક ભક્તો ને ભગવાન પણાં નો નિશય કરાવતા

શનિવાર, 25 માર્ચ, 2023

પ્રભુ નું નામ કરણ સંસ્કાર

Jay Swaminarayan બાલસ્વરૂપ પ્રભુના શરીરનો વાન સરસ, નવીન મેઘ જેવો શ્યામ અને સુંદર હતો એથી ભક્તિ માતાએ એમનું હુલામણું નામ ઘનશ્યામ રાખ્યું હતું. ઘરના સહુ કોઇ એજ નામથી બોલાવતા હતાં; પરંતુ પિતા ધર્મદેવ તો પોતાના લાડકા પુત્રનું નામ સારાં જ્યોતિષી પાસે જોવડાવવાનું વિચારતા હતા.

ઘનશ્યામ નામ માતા એ રાખેલ પણ પિતા જી મોટા જ્યોતિષી પાસે જોવડાવી ને પાડવું એવું વિચાર તા હતા.એવામાં ઈશ્વર ઈચ્છાથી જ્યોતિષના જાણકાર માર્કંડેય મુનિ પોતે જ ધર્મદેવને ઘેર પધાર્યા. ધર્મદેવે હરખથી એમનો સત્કાર કર્યોે. પ્રેમથી પૂજન કર્યું ને પછી વિનમ્રતાથી કહ્યું, ‘આપે મારી ઉપર આજે અનહદ કૃપા કરીને મારું ઘર તો પાવન કર્યું પણ હવે દયા કરીને મારા પુત્રનું નામ જોઈ આપો.’ આમ કહી એમણે ઘનશ્યામની જન્મનોંધ મુનિ સામે મૂકીને પોતે પાસે બેઠા.

મુનિએ જન્મનોંધ જોઈ પોતાનું ટીપણું ખોલ્યું. નક્ષત્ર, ગ્રહ, રાશિ વગેરે જોઈને આંગળીના વેઢે ગણતરી કરી. થોડીવાર વિચારીને પછી બોલ્યા, ‘આનો જન્મ કર્ક રાશિમાં છે માટે હરિ એવું નામ પડે. વળી શરીરે શ્યામ છે ને ચૈત્ર માસમાં જન્મ છે એથી કૃષ્ણ એવું બીજું નામ પડશે. ઉપરાંત હરિ અને કૃષ્ણ આ બંને નામ ભેળાં કરીએ તો હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થાય.’

બાલસ્વરૂપ ઘનશ્યામનું ઝળહળતું ભાલ ને હસ્તરેખા જોઈને મુનિ કહેવા લાગ્યા, ધર્મદેવ, તમે ભારે ભાગ્યશાળી છો. તમારે ઘેર ખુદ પ્રભુ પધાર્યા છે. ભૂમંડળમાં એમની કીર્તિ પ્રસરશે એવી ગ્રહની બળવાન ગતિ ને શુભ યોગ છે. બાલ ઘનશ્યામના કલ્યાણકારી ગુણ વર્ણવતા મુનિને સમાધિ ચડી ગઈ. એમાં દિવ્ય દર્શન આપી પ્રભુએ કહ્યું, ‘મુનિરાજ, હવે પછી ગુજર્ર દેશમાં અમને મળજો. અહીં તમે અમારું નામ પાડો છો પણ ત્યાં અમે તમારું નામ પાડીશું.’

સમાધિ ઉતરી મુનિ તો આભા બની ગયા ! દાનદક્ષિણા લઈ પ્રભુને પગે લાગી પ્રયાગતીર્થ તરફ રવાના થયા. વર્ષો પછી આ મુનિ ઊંઝામાં શ્રીહરિને મળ્યા ને સાધુ થયા. તેમનું શુભ નામ મહારાજે મહાનુભાવાનંદ પાડ્યું હતું.

બુધવાર, 22 માર્ચ, 2023

કોટરા ને કઠોર શિક્ષા

કોટરાને કઠોર શિક્ષા
હનુમાનજીના હાથનો મેથીપાક અને પૂંછડાનો પ્રહાર ખાઈને ભૂંડાઈની ભાગેલી કૃત્યાઓ સીધી કાળિદત્ત પાસે ગઈ. પોતાને માથે વીતેલી વાત કહી સંભળાવી ને ક્રોધથી ત્યાં એ ધૂંઆપૂંઆ થઈ ગઈ.

કૃત્યાઓની થયેલી ભૂંડી હાલત જાણીને કાળિદત્ત ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. હોઠ કરડતાં એણે કોટરા નામની આગેવાન રાક્ષસીને બોલાવીને કહ્યું; ‘તું ભેળી ગઈ હોત તો કામ તુરત પતાવીને આવત. તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું.’

આ સાંભળીને કોટલા ફુલાણી. ‘હવે જોઈ લ્યો આ બંદીનો ઝપાટો. સપાટામાં કામ આટોપીને આવું છું કે નહિ ?’જતા જતા પેલી કૃત્યા સામે જોતી જોતી કહે .જો આમ ગઈ અને આમ પાસી આવી.પેલી કૃત્ય કહે જા ત્યાં પેલા હનુમાન તારા હા ખોખરા કરી નાખશે. હું ઘનશ્યામ ને મારીને જ આવીશ.આમ બકતી એ તો ઉપડી છપૈયા તરફ. લાંબા લાંબા વાળ છે. માથે બે શિંગડાં છે. ડોકમાં મૂંડની માળા છે ને હાથમાં ત્રિશૂલ લીધું છે. લપાતી ને છુપાતી આવી ધર્મદેવની શેરીમાં ને અંધારામાં એક બાજુ ઊભી રહીને મંડી લાગ જોવા.

આજે ઘનશ્યામજીની છઠ્ઠીનો શુભ દિવસ હતો. સુંદરી મામી ને વસંતા માસી એની તૈયારીમાં હતાં. ઘનશ્યામ બહાર પોઢયા હતા એટલે હફ દઈને રાંડ આવી પ્રભુ પાસે ને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીના કરંટ જેવો આંચકો લાગ્યો ને ડફ દઈને બે ડગલાં પાછી હટી ગઈ. જીભડો બહાર નીકળી ગયો, ત્રિશુલ પડી ગયું હેઠું અને ‘બળું છું બળું છું’ એવી કાળી ચીસો નાખીને મંડી પગ પછાડવા ને હાથ ઉછાળવા. પછી ભફ દઈને પડી હેઠી. બેઠા થવાયું નહિ એટલે પગ પછાડીને આમ તેમ આળોટવા લાગી. સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ. ઘડીક થયું ત્યાંતો ત્યાંને ત્યાં રામ રમી ગયા.

આવો ભારે દેકારો થવાથી આડોશ પાડોશમાંથી ઘણાં લોકો ત્યાં દોડી આવ્યા. ભકિત માતાએ એકદમ ઘનશ્યામને પારણામાંથી લઈને ઘરમાં પોઢાડી દીધા. સુંદરી મામીને વસંતામાસી તો રાક્ષસીનો બિહામણો દેખાવ જોઇને કંપી ઊઠયાં. ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા. પછી બધાં મળીને કોટરાને ઊપાડી રાતોરાત અને એને જંગલમાં નાખી આવ્યા. કોઈને સમજાયું નહિ કે આ રાક્ષસી કોણ હતી અને કયાંથી અહિં આવી ચડી ! એટલું તો જરૂર સૌને લાગ્યું કે ઘનશ્યામને તે મારવા આવેલી પણ પોતે મરણ પામી.

મંગળવાર, 21 માર્ચ, 2023

કૂર્ત્યા નો પરાજય સ્વામિનારાયણ ભગવાન બાલ ચરિત્ર

 કૃત્યાનો કારમો પરાજય

અયોધ્યા પાસે છપૈયા ગામમાં પ્રભુ પ્રગટ થયા એથી ગામનાં નરનારીઓ હર્ષઘેલાં બની ગયાં. દેવતાઓ દર્શને આવવા લાગ્યા દેવતા ફૂલો થી ભગવાન ને વધવા લાગીયા પણ દાનવોને મનમાં ભારે ત્રાસ થવા લાગ્યો. એમનો અધિપતિ કાળિદત્ત અકળાયો. એણે દાનવોને ભેળા કર્યા.ભગવાન ના જન્મ થી માથે આવેલ આપત્તિની જાણ કરી. એના ઉપાય માટે પ્રગટ થયેલ બાળ પ્રભુની હત્યા કરવાની યોજના રજૂ કરી અને ઉમેર્યું હમણાં હરિ નાનો બાળ હશે એટલે એને સહેલાઈથી મારી શકાશે. આ પ્રસ્તાવ સાંભળી અસુરોએ એને ટેકો આપતાં કહ્યું રોગ અને શત્રુને ઊગતાં જ ડાંભી દેવા જોઈએ અને આ કામ તો આપણી મહિલા સેના કરી દેશે. અસુર પત્નીઓને આ બાબતની જાણ થતાં બાળહત્યાનું કાર્ય તુરત માથે ઉપાડી લીધું.અને અનેક કુર્ત્યા ઉપડી છપાયા ગામ તરફ.

બિહામણો વેશ ધારણ કરીને એ કૃત્યાઓ ધર્મના ભુવને આવી પહોંચી. એકાદશીનો શુભ દિન હતો. ભજનસ્મરણ ચાલુ હતું. એમાં ભંગ પાડી આ કૃત્યાઓ ‘મારો મારો અને ખાઓ ખાઓ’ એમ ચિચિયારીઓ કરતી ભક્તિમાતા તરફ ધસી આવી અને ભક્તિ માતા ના પડખામાં સૂતેલા ત્રણ દિવસના બાળપ્રભુને ઉપાડી ને તુરત ઉગમણી દિશા તરફ ભાગી. આ જોઈને માતાના તો જાણે હોશકોશ ઊડી ગયા. એમણે રુદન સાથે ‘દોડો દોડો મારા લાલને કોઈ  લઈને ભાગી જાય છે.’ એમ બૂમો પાડવા માંડી. આ સાંભળી વશરામભાઈ અને સુંદરીભાભી દોડી આવ્યાં. દૂર ઓટે બેસી એકાદશીનું જાગરણ કરી રહેલા ધર્મદેવ પણ ઊંચક મને અને ઉપડતે પગલે ઝટ ઘેર આવી પહોંચ્યા. શું થયું હેં ?’ એમ સહુ એકબીજાને પૂછવા લાગ્યા. તપાસ માટે તત્પર થયા પણ રાતે જાવું કેમનું એ બબાત સહુને મૂંઝવતી હતી. આ કુત્ય કોનું હસે ને કયા બાલ પ્રભુ ને ગોતવા.

પોતાને ઊંચકીને ભાગી જતી કૃત્યાઓ સામે બાલપ્રભુએ જરા કરડી દૃષ્ટિ કરી એટલે એ સહુને અંગમાં કાળી બળતરા ઊપડી આવી. એથી પ્રભુને નીચે મૂકી દઈને ‘મારો મારો ખાઓ ખાઓ’ એમ ભયંકર બૂમો પાડતી બાલપ્રભુ ઉપર સમડીની પેઠે ઘુમરાવા લાગી.

ભક્તિ માતા એ પોતાના કુળ દેવતા ને પ્રથાના કરી.ધર્મદેવ અને ભક્તિદેવીનો આર્તનાદ સાંભળીને ત્યાં દોડી આવેલા હનુમાનજીએ વિગત જાણી તુરત કૃત્યા પાછળ દોટ દીધી ને ભયંકર હાકોટો મારી પ્રભુ ઉપર ઘુમરાતી કૃત્યાઓને ઝડપી લીધી ને ખીજના ભર્યા મંડ્યા ગદાથી ઠમઠોરવા. પછી તો ભાઈ, એ બધીના ચોટલા હાથમાં પકડીને ઉપરથી નીચે પછાડવા માંડ્યા. ત્યાં તો એમના મોંમાંથી કાળી ચીસો નીકળી ગઈ ને કરગરવા માંડી, ‘હે અંજનિસુત, આજ અમને જીવતી જવા દ્યો હવે પછી છપૈયામાં પગ મૂકવાનું કદી નામ નહિ લઈએ.’ અમે આ ભૂલ બદલ માફી માગીએ છીએ.’

હનુમાનજીને દયા આવી બધીને છોડીને કહ્યું, ‘જો હવે પછી આ બાજુ આવ્યું છો તો માર્યા વિના નહિ મૂકું, ભાગો ઝટ.’ એમ ડારો દીધો જેથી કૃત્યાઓ પડતી આખડતી મૂઠીઓ વાળીને ત્યાંથી એવી ભાગી કે પાછું વળીને જોવા પણ ન ઊભી રહી. એ પછી હનુમાનજીએ બાળપ્રભુ પાસે આવી વંદન કર્યું ને હળવેકથી એમને હાથથી ઊંચકી લઈ માતા પાસે આવવા રવાના થયા.

ઊંચક જીવે હનુમાનજીના આગમનની રાહ જોતાં માતાએ એમને આવતાં જોયા કે તુરત જ એમના મોં પર આનંદ છવાઈ ગયો અને સહર્ષ પોતાના હાથ લંબાવી લાલને હનુમાનજી પાસેથી તેડી લીધા. પુત્રને હેમખેમ પાછા આવેલા જોઈ માતા આનંદવિભોર બની ગયાં અને થરથર કંપતી છાતીએ ચાંપીને લાલને વહાલ વરસાવવા માડ્યાં. ધર્મદેવ પણ રક્ષામંત્રનો જાપ કરતા ત્યાં આવી લાલને મસ્તકે હાથ ફેરવવા લાગ્યા. ‘જરૂર પડ્યે મને સંભારજો. હું તુરત આવી જઈશ.’ એમ કહી હનુમાનજી અદૃશ્ય થઈ ગયા.

સોમવાર, 20 માર્ચ, 2023

પ્રાગટ્ય ની પુનિત પળ

બાલ ઘનશ્યામને આ અવનિ ઉપર પ્રગટ થવાની એ પુનિત પળ આવી પહોંચી. આકાશમાં પુષ્ય નક્ષત્ર પ્રકાશતું હતું. શુક્રમા યોગનો સુઅવસર હતો. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એ પાંચેય તત્ત્વો આનંદથી ઊભરાઈ રહ્યાં હતાં. નભમંડળમાં મંદ સમીર વાઈ રહયો હતો. સંવત્‌૧૮૩૭ના ચૈત્ર સુદ-૯, તા.૨-૪-૧૭૮૧ ને સોમવારની રાત્રિના ૧૦ ને ૧૦ મિનિટ થતાં એ પુનિત પળે બાળ ઘનશ્યામે છપૈયા ગામે ભક્તિ દેવીની કૂખે અવતાર ધારણ કર્યો ત્યારે માતા નિદ્રામાં પોઢયાં હતાં. તુરત જાગીને સચેત થયાં.

માતાએ પોતાની સન્મુખ માનવરૂપમાં પ્રભુને જોયાં. ત્યાં તો પ્રભુની મૂર્તિમાંથી તેજના અંબાર છૂટ્યા અને એ શીતળ શાંત તેજમાં માતાની આંખો અંજાઈ ગઈ. થોડીવાર બાદ એ સૌમ્ય તેજની વચ્ચે શ્યામસુંદર શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયાં. સુંદર સોનેરી વસ્ત્રો પહેર્યાં છે. હાથમાં રૂડી રૂપાળી બંસરી છે. મસ્તક ઉપર મોર પ્રગટ અને કાનમાં કુંડળ ઝળહળે છે. મનોહર મુખડું, નમણી નાસિકા, અણિયાળી આંખો, પ્રસન્ન વદન ને મંદમંદ હાસ્ય જોઈને માતા અતિ આનંદ પામ્યાં. ખુદ શ્રીકૃષ્ણ નારાયણ જ પોતાના પુત્ર બનીને આવ્યા છે એવું જાણી માતાના અંતરમાં અદકેરો આનંદ ઊભરાયો. બે હાથ જોડી પ્રેમવિભોરભાવે માતાએ સ્તુતિ કરવા માંડી.

શિશુરૂપે બાલકૃષ્ણે માતાની પ્રેમભરી સ્તુતિ સાંભળી. પ્રસન્ન થઈને બોલ્યા, ‘માતા હવે કોઈ જાતની ચિંતા કરશોમા. અસુરોએ આપેલ ત્રાસથી અકળાઈ જઈને તમે, મારા પિતા અને ઋષિઓએ વૃંદાવનમાં મારી આરાધના કરી ત્યારે દર્શન દઈને મેં આપેલ વચનની તમને યાદી આપવા મારા શ્રીકૃષ્ણ સ્વરૂપનું આજે આ દર્શન કરાવ્યું છે.’

શીતળ તેજનો ઝળહળાટ દેખીને ધર્મદેવ પણ ત્યાં આવી પહોંચ્યા. જેનું પોતે સતત ચિંતવન કરે છે એ જ પોતાના આરાધ્યઈષ્ટદેવ શ્રીકૃષ્ણ પરમાત્માને પોતાને ઘેર દિવ્ય બાળક રૂપે નિહાળ્યા ત્યારે વૃંદાવનમાં આપેલ વચનની સ્મૃતિ થઈ આવતાં હ્યદયમાં અનહદ આનંદ ઊભરાયો. ગાત્રો પુલકિત થયાં. અંતરમાં ધન્યતા અનુભવાણી કે હવે દુઃખનો અંત આવ્યો છે અને સુખનો સુરજ ઉદય થઈ ચૂક્યો છે.

પ્રભુ પ્રગટ થવાથી ચોમેર હર્ષ અને ઉલ્લાસનું મોજું પ્રસરી ગયું. નભમંડળમાં દેવોનું દિવ્ય સંગીત ગૂંજી ઉઠયું ને ભૂમંડળમાં એના પડઘા સંભળાયા. યક્ષો, ગંધર્વો અને કિન્નરો વિવિધ વાજિંત્રો વગાડીને નાચગાન કરવા લાગ્યા. આકાશમાંથી નંદનવનાં પુષ્પોની વૃષ્ટિ થવા લાગી. યજ્ઞકુંડોમાં રહેલ અગ્નિ નિર્ધૂમ બની પ્રજ્જવલિત થયા. સાધુ સંતોનાં મન નિર્મળ થયાં. સજ્જનોેને શાંતિ થઈ. સવારે છપૈયાવાસીઓને પ્રભુ પ્રગટ થયાની જાણ થતાં સહુ આનંદથી ઊભરાતે હૈયે બાળપ્રભુના દર્શને આવવાં લાગ્યાં. ધર્મદેવનું ભુવન જાણે તીર્થધામ બની ગયું.

ghanshayam charitr swaminarayan bhagavan jivan charitra

૦૧. પ્રાગટ્યનું નિમિત્ત
ભગવાન ના પ્રાગટ્ય નું નિમિત્ત -ઉનાળાનું સુંદર સવાર છે. બરફથી ઢંકાએલાં હિમાલયનાં ઊંચાં શિખરો સૂર્યપ્રકાશમાં ચાંદીની જેમ ચમકી રહ્યાં છે. પહાડો પરથી મધુર નિનાદ સાથે ઝરણાંઓ વહી રહ્યાં છે. મંદ અને શીતળ પવન વાઈ રહ્યો છે. આવા આનંદ ઉલ્લાસભર્યા વાતાવરણ વચ્ચે હિમાલયના નર અને નારાયણ પહાડ મધ્યે આવેલા બદરિકાશ્રમમાં તપોનિધિ ભગવાન શ્રીનરનારાયણ સમક્ષ મરિચ્યાદિક મહર્ષિઓની સભા ભરાઈને બેઠી છે.

આ ઋષિમુનિઓ ભારત ભૂમિની યાત્રા કરીને અહીં પ્રભુના દર્શને આવ્યા છે. પ્રભુએ એમને હેતથી આવકાર આપી યોગ્ય સ્થાને આસન આપી. પોતાની ભારતીય પ્રજાની કુશળતા, સુખાકારી અને ધર્મમર્યાદા પાલનના સમાચાર પૂછ્યા ત્યારે આ મુનિઓએ નિરાશાના સૂર સાથે દુઃખદ સમાચાર આપતાં કહ્યું, ‘પ્રભુ, ભારતની આર્ય પ્રજામાં ચારેય વર્ણ ને ચારેય આશ્રમોએ પોતાની ધર્મમર્યાદા મૂકી દીધી છે. વહેમ અને અધર્મમાં પ્રજા અટવાઈ ગઈ છે. અનીતિ, અનાચાર, અત્યાચાર, હિંસા, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, મદ્ય-માંસ ભક્ષણ વગેરે અનેક દૂષણો પ્રજામાં પેસી ગયાં છે.પ્રભુ અનેક રક્ષક રાજાને ઉપદેશક ધર્મગુરુઓ ભક્ષક બન્યા છે. સદાચાર ધર્મની દુદર્શા જોઈને અમારાં અંતરમાં એનો તાપસંતાપ વ્યાપી ગયેલ છે. પ્રભુ, ધર્મના ઓથે અધર્મ ફાલી ફૂલી રહ્યો છે.’ ધર્મગ્લાનિનીઆ વાત કરતા કરતા ઋષિમુનિઓની આંખમાં આંસુઓ ઊભરાયાં.

શ્રીનારાયણ ભગવાને સાંત્વના આપતાં કહ્યું, ‘હે ધર્મવાહક સંતો, તમે ધર્મહાનિથી દુઃખ પામો છો ને તમને જે અફસોસ થાય છે એનો ઉપાય હું વિચારું છું. પ્રજામાં વ્યાપેલ અધર્મનાં મૂળ ઉખેડીને સદ્ધર્મનું પુનઃ સ્થાપન કરવા અવનિ પર મારું અવતરણ થશે.’

શ્રીનરનારાયણ પ્રભુના દર્શને ઋષિમુનિઓ આવ્યાની જાણ થતાં પ્રભુના માતા મૂર્તિદેવી ને પિતા ધર્મદેવ પણ પોતાના સ્થાનેથી આ સભામાં આવ્યાં. ત્યારે પ્રભુ સહિત સહુએ ઊભા થઈ એમનો ઉષ્માભર્યો સત્કાર કરી આગળ બેસાડ્યા અને પ્રભુએ પ્રજામાં વ્યાપેલ અધર્મ ને અનાચાર અંગેની વાત આગળ કહેવા માંડી. સહુ એકચિત્તે આ દુઃખદ વાત સાંભળી રહ્યા છે.

એ જ વખતે પ્રભુની ઇચ્છાથી ભાગવાની મરજી થી દુર્વાસા મુનિ કૈલાસથી અહીં આવી પહોંચ્યા. થોડીવાર આવકારની આશાએ પાછળ ઊભા રહ્યા પણ કોઈએ એમને જોયા નહિ.એટલે તેમને થોડોક વધારે સમય રાહ જોઈ. એટલે આવો અહીં બેસો એમ કહ્યું નહિ. આથી દુર્વાસાને આમાં પોતાનું હળાહળ અપમાન થતું જણાયું અને  અંતરમાં ક્રોધ ભભૂકી ઊઠયો. ચીડ સાથે એ કહેવા લાગ્યા, ‘હું દુર્વાસા ઠેઠ કૈલાસથી અહીં આવીને ક્યારનોય ઊભોછું છતાં તમે કોઈ મને આવકાર આપવાનો વિવેક દાખવતા નથી. આમાં તો તમે ઈરાદાપૂર્વક મારું અપમાન જ કર્યું છે. આથી હું તમને શાપ આપું છું કે તમે સર્વે આ ભરતખંડમાં મનુષ્ય જન્મ પામીને અનાડી અસુરો થકી અપમાન અને કષ્ટને પામતા રહો.’

દુર્વાસાનો આ કઠોર શાપ સાંભળીને ઋષિઓ ડઘાઈ ગયા. સહુ પ્રાર્થના કરવા લાગ્યા છતાંય દુર્વાસાનો રોષ ઊતર્યો નહિ. પછી શાંત મૂર્તિ ધર્મદેવે વિનયભર્યાં વચનો કહી દુર્વાસાને શાંતિ પમાડી અને કહ્યું, ‘અજાણતાં અમારાથી આપનો અપરાધ થઈ ગયો છે એ બદલ અમો આપની ક્ષમા માગીએ છીએ. આપ ઉદાર દિલે અમોને ક્ષમા આપો એવી અમારી તમને નમ્રતા ભરી પ્રાર્થના છે.’

શાંત થયેલા દુર્વાસાએ કહ્યું, ‘તમે સહુ શ્રીનારાયણ ઋષિની વાત સાંભળવામાં એકાગ્ર હતા એથી તમે કોઈએ મને ન દેખ્યો અને આવકાર ન આપ્યો એની મને એ વખતે ખબર નહોતી પણ આપના કહેવાથી એનો મને હવે ખ્યાલ આવ્યો. મારાથી શાપ તો અપાયો છે. હું મારા શાપનું કદી નિવારણ કરતો નથી, એ તમે સહુ જાણો છો. હા, આમાં કાંઈક ગેરસમજ થઈ હોવાથી હું હવે આ શાપમાં અનુગ્રહ કરું છું, ‘આ શ્રીનારાયણ ઋષિ ધર્મભક્તિના પુત્રરૂપે પ્રગટ થશે અને અસુરના ત્રાસ થકી તમારી સહુની રક્ષા કરશે અને તમને સહુને મારા શાપથી મુક્ત કરશે.’ આમ કહી દુર્વાસા મુનિ આવ્યા હતા એવાજ કૈલાસ પર્વત તરફ પોતાના નિવાસ સ્થાને ચાલ્યા ગયા.

દુર્વાસાના ગયા પછી શ્રીનારાયણભગવાને સહુને સાંત્વના આપતા કહ્યું, ‘મારી ઇચ્છાથી જ આ શાપ થયો છે એમ જાણો. દુર્વાસાતો આમાં નિમિત્ત માત્ર છે. તમોએ મને ભારતમાં અધર્મ પ્રસર્યાની વાત કરી તેના નિવારણા માટે મેં અવતાર ધારણ કરવાની ઇચ્છા કરી અને એ માટે આ શાપને નિમિત્ત બનાવ્યો છે.’
યોગ્ય સમયે અમે ભારત ખંડ માં અમે અવતાર ધારણ કરી ને તમને આ શાપ માંથી મુકત કરશું.

પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા....

.                    *આજનું ચરિત્ર-૧*        પર્વતભાઇના દીકરા મેઘજીના ધર્મપત્નીની તકની સેવા.... જય સ્વામિનારાયણ...     ગામ અગતરા...